
મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ, મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે સતવારા જ્ઞાતિ વાડી, વાઘપરા, મોરબી ખાતે હિન્દુ પરંપરા અનુસાર જાગરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાસ-ગરબા તેમજ ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી વિવિધ સ્પર્ધાત્મક રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 50 થી વધુ દુર્ગાઓ તેમજ અંદાજે 70 બહેનો અને માતાઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતા. સ્પર્ધાત્મક રમતોમાં વિજેતા બનેલી બહેનોને પ્રોત્સાહનરૂપે ઇનામો આપવામાં આવ્યા હતા.
























