HomeAllમોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતા...

મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા

આમ તો ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે પરંતુ છેલ્લા વર્ષોમાં ઔદ્યોગિક ક્ષેત્રે આવેલી ક્રાંતિના કારણે ખેતીની જમીન બિનખેતી કરીને ત્યાં ઔદ્યોગિક એકમો કાર્યરત કરવામાં આવતા હોય છે, ઔદ્યોગિક ક્રાંતિ પણ વર્તમાન સમયમાં જરૂરી છે પરંતુ ખેતીના ભોગે ઔદ્યોગિક ક્રાંતિ થાય તો તેનાથી ખેડૂતોનું અને ખેતીનું પતન થઈ જશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.મોરબીના હરીપર કેરાળા ગામ પાસે ખેતીની જમીન બિન ખેતી થયા બાદ ઔદ્યોગિક એકમો કાર્યરત કરવામાં આવી છે જોકે, ખેતીની જમીનમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટેના કુદરતી નિકાલ હતા તે બંધ થઇ ગયા હોવાના કારણે હાલમાં ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી ખેડૂતોએ ખેતરમાં ચોમાસુ પાક લેવા માટે કરેલ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

હરીપર (કે) ગામ તરફ જવાના રસ્તા ઉપર ખેતીની જમીનો બિનખેતી કરવામાં આવી ત્યાર બાદ ત્યાં જુદાજુદા ઘણા ઓદ્યોગીક એકમો આવેલ છે અને કારખાનાઓની દીવાલો બનવાથી તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના ખુલ્લા વોંકળા બંધ થવાથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ખેતરમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક લેવા માટે જે વાવેતર કર્યું હોય છે તેના ઉપર પાણી ફરી વળે છે તેવું સાદુળકા ગામના ખેડૂત હરેશભાઇ પાંચોટિયાએ જણાવ્યુ છે. તો ભરતનગરના ખેડૂત ગોકળભાઇ પટેલ અને બાલુભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, ચોમાસામાં પાક લેવા માટેે વાવેતર કરે છે અને ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચા કરે છે તેમજ સારો પાક લેવા માટે ખૂબ જ મહેનત કરે છે પરંતુ કારખાનેદારો દ્વારા આડેધડ બંધ કામ કરીને વરસાદી પાણીના નિકાલ બંધ કરવામાં આવે છે જેથી તેઓની ખેડૂતોની મહેનત અને રૂપિયા બંને એડે જાય છે ઉલેખનીય છે.

કે, મોરબીના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેતીની જમીન બિન ખેતી કરીને ત્યાં સીરામીક, કોલ, પેકેજીંગ સહિતના ઉદ્યોગોને કાર્યરત કરવામાં આવી રહ્યા છે તેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં લોકોને રોજગારી મળે છે પરંતુ કેટલીક જગ્યાઓએ કારખાનેદારો દ્વારા આસપાસના ખેડૂતોનો વિચાર કર્યા વગર વરસાદી પાડીના કુદરતી નિકાલ બંધ કરી દેવમાં આવે છે. જેથી ખેડૂતો દ્વારા કારખાનેદારોએ બંધ કરેલા વરસાદી પાણીના કુદરતી નિકાલ ખુલ્લા કરવામાં આવે અને તેઓને ખેતીના પાકમાં થયેલ નુકસાન બાબતે સરકાર દ્વારા સર્વે કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments