HomeAllભારતમાં 10 અને 20ની પ્લાસ્ટિકની નોટ 2027ના આ મહિનાથી આવી જશે, RBI...

ભારતમાં 10 અને 20ની પ્લાસ્ટિકની નોટ 2027ના આ મહિનાથી આવી જશે, RBI ગવર્નરે આપી મોટી જાણકારી

આરબીઆઈ: ગવર્નરે કહ્યું કે, અમારો ટાર્ગેટ આગામી નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલ 2027ની આસપાસ પોલિમર નોટ લોન્ચ કરવાની છે. 10 અને 20 રૂપિયાની પોલિમર નોટને સર્ક્યુલેશનમાં લાવવાની તૈયારી છે. આરબીઆઈએ આ નોટને હાલની કાગળની નોટ સાથે જ સર્ક્યુલેશનમાં રાખવાની તૈયારી કરી છે. હાલમાં તેમનો પ્લાન બંને કરન્સીને સાથે રાખવાનો છે. પોલિમર નોટને વધારે ટકાઉ માનવામાં આવે છે અને આ સર્ક્યુલેશનમાં લાંબા સમય સુધી રહી શકે છે. જેનાથી જલદી જલદી નોટ છાપવાની જરૂર રહેશે નહીં અને તેનો ખર્ચો પણ બચી જશે.

100 અને 500ની નોટ પણ આવશે: આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, 10 અને 20ની પોલિમર નોટોની સફળતા બાદ 100 અને 500ની નોટ પણ લોન્ચ કરવામાં આવશે. આ અગાઉ આરબીઆઈએ વર્ષ 2009માં પણ પોલિમરની નોટ લોન્ચ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પણ તેમાં સફળતા નહોતી મળી. પોલિમરની નોટ ભેજથી બચાવે છે અને જલદી ગંદી પણ થતી નથી. તે ફાટવાના ચાન્સિસ પણ ઓછા રહે છે અને લાંબા સમય સુધી સર્ક્યુલેશનમાં રહી શકે છે.

આ નોટોની 25 ટકા ભાગીદારી: આરબીઆઈએ 10 અને 20ની નોટોને જ પોલિમરમાં પહેલા લોન્ચ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કેમ કે આ નોટોની સર્ક્યુલેશનમાં લગભગ 25 ટકા ભાગીદારી છે. જો કે વેલ્યૂના હિસાબથી તે ખાલી 1.4 ટકા જ છે. આ જ કારણ છે કે આરબીઆઈએ તેને પહેલા પોતાના પાયલટ પ્રોજેક્ટનો ભાગ બનાવ્યો છે. આ પાયલટ પ્રોજેક્ટ દ્વારા આરબીઆઈ સર્ક્યુલેશનમાં પોલિમરની નોટોની પહોંચની ખાતરી કરશે. ગવર્નરે સંકેત આપી દીધા છે કે 10 અને 20 રૂપિયાની પોલિમર નોટ તૈયાર થયા બાદ તેને બેન્કની શાખાઓ અને એટીએમ દ્વારા સર્ક્યુલેશનમાં પહોંચાડવામાં આવશે અને હાલની કાગળની નોટો સાથે તેને ચલણમાં રાખવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments