HomeAllટંકારા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, મહારેલીમાં હજારો લોકો જોડાયા

ટંકારા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, મહારેલીમાં હજારો લોકો જોડાયા

{{DK_SUBHEADING}}

ટંકારા, તા. 9 ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે ટંકારા ખાતે ભવ્ય મહારેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. આંબેડકર ભવન ખાતેથી મહારેલીનું પ્રસ્થાન થયું હતું. “જય બિરસા, જય ભીમ અને જય જોહાર”ના ગગનચુંબી નાદથી સમગ્ર ટંકારા શહેર ગૂંજી ઉઠ્યું હતું.

મહારેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત અને ભાતીગળ વેશભૂષામાં જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે નીકળેલી આ શોભાયાત્રા ટંકારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં આદિવાસી સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

પરંપરાગત તીર-કમાન સાથે જોડાયેલા યુવાનો રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. બિરસા મુંડાના જયઘોષ તેમજ ટીમલી ગીતોના તાલે સમગ્ર ટંકારા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજના અસ્તિત્વ, સંસ્કૃતિ, પરંપરા અને અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ઉજવવામાં આવે છે. આદિવાસી સમાજનો જળ, જંગલ અને જમીન સાથેનો ઊંડો સંબંધ રહ્યો છે. ટંકારા જેવા બિનઆદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજની ભવ્ય રેલીનું આયોજન થવું અને તેમાં સર્વ સમાજનો સહકાર મળવો એ સામાજિક એકતા અને ભાઈચારાનું પ્રતીક બન્યું હતું.

વર્ષોથી મજૂર આંદોલનને વેગ આપતા તેમજ આદિવાસી મુવમેન્ટ સાથે જોડાયેલા એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી ટંકારા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવે છે. આજદિન સુધી કોઈ અણબનાવ વિના રેલી સફળતાપૂર્વક યોજાઈ છે. આ વર્ષે પણ સર્વ સમાજ તરફથી મળેલા સહકાર બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

ટંકારા નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ મહારેલીના આગેવાનોનું સન્માન કરી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. હજારો લોકોની ઉપસ્થિતિ હોવા છતાં રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહી હતી અને કોઈ અડચણ વિના શોભાયાત્રા ટંકારાના મુખ્ય માર્ગો પરથી ફરીને ડૉ. આંબેડકર ભવન ખાતે પૂર્ણ થઈ હતી.

આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડૉ. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા, મહેન્દ્રભાઈ ચાવડા સહિતના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનું મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, ઈશ્વરભાઈ ડામોર સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments