HomeAllસૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા

સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા

{{DK_SUBHEADING}}

મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર જીલ્લાની વિવિધ કોલેજોના કોલેજ કક્ષાએ વિજેતા બનેલા કોલેજ દીઠ 4-4 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં મોરબીની જી.જે. શેઠ કોમર્સ કોલેજના મિહિર કૈલાશગીરી ગોસાઈ પ્રથમ તથા GMERS મેડિકલ કોલેજના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વિતીય ક્રમે વિજેતા બનેલ છે જેથી તેઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments