HomeAllમોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોની સ્મૃતિમાં આવતીકાલે સ્મૃતિ રેલી યોજાશે

મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોની સ્મૃતિમાં આવતીકાલે સ્મૃતિ રેલી યોજાશે

{{DK_SUBHEADING}}

મોરબી, તા. 10 ઓગસ્ટ, 2026: મોરબીમાં મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓની સ્મૃતિમાં આવતીકાલે તા. 11 ઓગસ્ટ, 2026ના મંગળવારના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્મૃતિ રેલી તથા સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્મૃતિ રેલીનો પ્રારંભ બપોરે 03:15 કલાકે મોરબી મહાનગરપાલિકાની ગાંધી ચોક મેઈન ઓફિસ ખાતેથી થશે. રેલી ગાંધી ચોક મેઈન ઓફિસથી પ્રસ્થાન કરી શાખ માર્કેટ, નગર દરવાજા, પરાબજાર મેઈન રોડ, ત્રિકોણ બાગ અને મણીમંદિર થઈ મણીમંદિરના પટાંગણ ખાતે પહોંચશે.

મણીમંદિર ખાતે રેલી પૂર્ણ થયા બાદ પટાંગણમાં સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મચ્છુ જળ હોનારતમાં જીવન ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને નમન કરવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્મૃતિ રેલીમાં જોડાનાર તમામ નાગરિકોને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. મોરબીવાસીઓની સામૂહિક ઉપસ્થિતિ દ્વારા દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ તેમની સ્મૃતિને સન્માનપૂર્વક નમન કરવા શહેરના તમામ નાગરિકોને મોટી સંખ્યામાં રેલીમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments