HomeAllકચ્છ-મોરબી માટે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાની કેન્દ્રીય રેલવે...

કચ્છ-મોરબી માટે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાની કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત

{{DK_SUBHEADING}}

કચ્છ: ચોમાસુ સત્ર દરમિયાન કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી કચ્છ અને મોરબી વિસ્તારમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ તેમજ નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી.

સાંસદે ભુજ-સરાય રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, મોરબી-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવા તથા ભુજ-થાણા વચ્ચે નવી રેલ સેવા શરૂ કરવાની માંગ કરી હતી. તેમજ ભુજ અને ગાંધીધામથી ઉપડતી ટ્રેનોને માળિયા ખાતે સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગાંધીધામ-ભાગલપુર ટ્રેન નંબર 09451ને કન્ટિન્યુ કરવા, કચ્છને ઉત્તર પ્રદેશ સાથે જોડતી નમો ભારત ટ્રેન શરૂ કરવા તેમજ મોરબી-અમદાવાદ અને મોરબી-રાજકોટ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

સાંસદ વિનોદભાઈ ચાવડાની રજૂઆતને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સકારાત્મક અભિગમ સાથે સાંભળી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. નવી ટ્રેન સેવાઓ અને રેલવે સુવિધાઓના વિસ્તરણથી કચ્છમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા પરિવારો તેમજ વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરતા લોકોને વધુ સુવિધા મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments