HomeAllરાજકોટના જીવનનગરમાં ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરાશે

રાજકોટના જીવનનગરમાં ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરાશે

{{DK_SUBHEADING}}

રાજકોટ : ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ દ્વારા ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી તા. ૧૫ ઓગસ્ટ, શનિવારે મહાદેવધામના પટાંગણમાં ધ્વજવંદન સહિત વિવિધ રાષ્ટ્રભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જીવનનગર સમિતિ છેલ્લા ૪૫ વર્ષથી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહી છે.

સવારે ૮:૩૦ કલાકે જીવનનગર ચોક ખાતે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીતો, વેશભૂષા, દેશભક્તિના ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કૂલના છાત્ર-છાત્રાઓ રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે. મશાલ સરઘસમાં મહિલાઓ આગેવાની લેશે અને ભારતીય તિરંગા સાથે છાત્રાઓ અગ્રેસર રહેશે.

કાર્યક્રમમાં પૂર્વ મેયર તથા પ્રદેશ ભાજપના આગેવાન બીનાબેન આચાર્ય, વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યામભાઈ આહિર, પૂર્વ નગરસેવક ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, પૂર્વ નગરસેવક પરેશભાઈ હુંબલ, નીતાબેન વઘાસીયા, શહેર ભાજપના મેહુલભાઈ નથવાણી, મનીષભાઈ દેડકીયા, વોર્ડ પ્રભારી ધ્યેય દોશી, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, આગેવાન હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, વોર્ડના પૂર્વ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, અશ્વિનભાઈ કોરાટ, પરેશભાઈ તન્ના, અનિરુદ્ધભાઈ મિયાત્રા, ડૉ. આશિષભાઈ મકવાણા, મહેન્દ્રસિંહ ચુડાસમા, હેમાંગ માકડીયા, કેતન મકવાણા, વિપુલ પંડયા, ભાવેશ બુંદેલા, વિનોદરાય ભટ્ટ, મહિલા મોરચાના મયુરીબેન ભાલારા, મેઘાબેન વૈષ્ણવ તથા પ્રફુલાબેન મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની સફળતા માટે રાષ્ટ્રીય પર્વ તૈયારી સમિતિના પ્રમુખ જયંત પંડયા, અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, વિપુલ પંડ્યા, પંકજભાઈ મહેતા, ડૉ. તેજસ ચોકસી, મુકેશભાઈ પોપટ, વિનોદરાય ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, વિજયભાઈ જોબનપુત્રા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, કિર્તીબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ તથા અનિલ જ્ઞાનમંદિરના પ્રિન્સિપાલ છાયાબેન દવે સહિત સમગ્ર શિક્ષક ભાઈ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિ, સૌ. કલા કેન્દ્ર, રાવલનગર, શિવપરા તથા આસપાસના વિસ્તારોના રહીશો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments