HomeAllહળવદના ચરાડવા ગામે વીજલાઈનના વિરોધમાં ખેડૂત સભા યોજાઈ

હળવદના ચરાડવા ગામે વીજલાઈનના વિરોધમાં ખેડૂત સભા યોજાઈ

{{DK_SUBHEADING}}

મોરબી: જિલ્લાના સૌથી મોટા ગામ ગણાતા હળવદના ચરાડવા ગામે વીજપોલ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂત સભા યોજવામાં આવી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેતપરના ખેડૂત આગેવાનોની પણ સભામાં ઉપસ્થિતિ રહી હતી. ખેડૂતોની વીજપોલ અંગેની લાંબા સમયથી પ્રતિક્ષિત માંગણીઓ જો સંતોષવામાં નહીં આવે, તો આગામી 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ગામમાં મત માગવા ન આવવા અંગે ચેતવણી આપતા બેનરો ગામમાં લગાવવામાં આવ્યા હતા.

ચરાડવા ગામ સમસ્ત દ્વારા યોજાયેલી ખેડૂતોની સભા દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અનેગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે જો વહેલી તકે ખેડૂતોની વીજપોલ તથા અન્ય પડતર માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગામમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર રોક લગાવવાના બેનરોના સમર્થનમાં અડગ રહેવા સૂર ઉઠાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments