મોરબી : પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને મોરબી મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ નિર્ધારિત દિવસોએ સંપૂર્ણપણે બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મોરબી મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ, શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસોમાં શહેરના તમામ કતલખાનાઓ બંધ રહેશે. આ ઉપરાંત તા. ૪ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે પણ મોરબી શહેરમાં માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

મહાનગરપાલિકાએ તમામ સંબંધિત વેપારીઓ અને કતલખાના સંચાલકોને જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા તાકીદ કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કે વેપારી સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ સંબંધિત વેપારીઓને જાહેરનામાની ગંભીર નોંધ લઈ નિર્ધારિત દિવસોમાં કતલખાના તથા નોનવેજ વેચાણની પ્રવૃત્તિ બંધ રાખવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ સંબંધિત વેપારીઓને જાહેરનામાની ગંભીર નોંધ લઈ નિર્ધારિત દિવસોમાં કતલખાના તથા નોનવેજ વેચાણની પ્રવૃત્તિ બંધ રાખવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.





















