
દેશની: 21 રિફાઇનરી માટે દૈનિક 63,810 ટન LPG ઉત્પાદનનો ‘ક્વોટા’ નક્કી કરાયો : નવી દિલ્હી: દેશમાં ભવિષ્યમાં રાંધણ ગેસ એટલે કે LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડરની અછત નહીં સર્જાય તેના માટે સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે પ્રથમ વખત દેશની સરકારી અને ખાનગી ક્ષેત્રની રિફાઇનરીઓ માટે LPG ઉત્પાદનનો ક્વોટા નક્કી કરી દીધો છે. જેનો અર્થ એ છે કે, જો ભવિષ્યમાં ક્યારેય પણ દેશમાં ગેસ સિલિન્ડરની અછત ઊભી થશે, તો આ રિફાઇનરીઓએ તાત્કાલિક પોતાનું ઉત્પાદન વધારવું પડશે. આ કામગીરી માટે કંપનીઓએ સરકાર પાસેથી કોઈ વિશેષ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. ક્વોટા મુજબ LPGનું ઉત્પાદન વધારવું ફરજિયાત બની જશે.

આ અંગે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા કંપનીઓને સત્તાવાર આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય એક એવી મજબૂત સિસ્ટમ બનાવવાનો છે કે જેથી કોઈ પણ કટોકટી કે બાહ્ય સંકટના સમયે દેશમાં ગેસની અછતનો સામનો ન કરવો પડે. આ નવા નિયમના દાયરામાં દેશની 21 જેટલી રિફાઇનરીઓ અને અપસ્ટ્રીમ કંપનીઓને આવરી લેવામાં આવી છે. કટોકટીના સમયે સરકારનો નિર્દેશ મળતાં જ આ તમામ કંપનીઓ માટે નક્કી કરેલા ક્વોટા મુજબ LPGનું ઉત્પાદન વધારવું ફરજિયાત બની જશે. દૈનિક ઉત્પાદન ક્ષમતા 63,810 ટન નક્કી કરવામાં આવી

સરકારના આ નવા માળખા હેઠળ કુલ સંભવિત દૈનિક ઉત્પાદન ક્ષમતા 63,810 ટન નક્કી કરવામાં આવી છે. આ આંકડો ભારતનો રોજિંદી LPG વપરાશના લગભગ 70 ટકા જેટલો છે અને તે દેશના વર્તમાન સામાન્ય સ્થાનિક ઉત્પાદન કરતાં ઘણો વધુ છે.ભારતમાં વર્ષે લગભગ 3.32 કરોડ ટન એલપીજીનો વપરાશ

ભારતમાં દર વર્ષે લગભગ 3.32 કરોડ ટન એલપીજીનો વપરાશ થાય છે, પરંતુ દેશમાં માત્ર 1.31 કરોડ ટન ઉત્પાદન થાય છે. નવા નિર્ણયથી ઉત્પાદન વધીને લગભગ બે તૃતિયાંશ જેટલું થઈ જશે, જેનાથી કટોકટીના સમયે આયાત માટે બીજા દેશો પરની નિર્ભરતા ઘટશે. ઘરેલું વપરાશ જાળવી રાખવા કમર્શિયલ સપ્લાય મર્યાદિત હતો નોંધનીય છે કે, ઈરાન યુદ્ધના કારણે જ્યારે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરવામાં આવ્યું ત્યારે ભારતમાં ગેસની ભારે અછત સર્જાઈ હતી, કારણ કે ભારતની 64 ટકાથી વધુ LPG આયાત આ જ દરિયાઈ માર્ગેથી આવે છે. તે સમયે સરકારે રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ ઉત્પાદન ઘટાડીને LPG ઉત્પાદન વધારવા કડક આદેશ આપ્યા હતા અને ઘરેલું વપરાશ જાળવી રાખવા કમર્શિયલ સપ્લાય મર્યાદિત કર્યો હતો.

ઉત્પાદનનું શેડ્યૂલ પહેલી જાન્યુઆરી, જુલાઈના અપડેટ કરવાનું રહેશે સરકારે ખૂદ એ પણ અધિકાર આપ્યો છે કે જ્યારે જરુરિયાત ઊભી થાય ત્યારે રિફાઈનિંગ, માર્કેટિંગ અને અપસ્ટ્રીમ કંપનીોને નિર્ધારિત ટાઈમ અને નિશ્ચિત કરેલ માત્રામાં ઉત્પાદન વધારવાનો આદેશ આપી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઉત્પાદનનું શેડ્યૂલ દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના અપડેટ કરવાનું રહેશે, જેથી નવી રિફાઈનરી, નવી ટેક્નોલોજી અને વધતી ક્ષમતાને જોડી શકાશે. એ જ રીતે સરકારે એક કાયમી સિસ્ટમ પણ તૈયાર કરી છે, જે ભવિષ્યમાં કોઈ પણ વૈશ્વિક કટોકટીમાં દેશના રસોઈ ગેસને પુરવઠાને રોકવામાં પણ મદદ કરશે.




















