HomeAllમોરબી જીલ્લામાં છ જગ્યાએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 457 બોટલ એકત્ર થઇ

મોરબી જીલ્લામાં છ જગ્યાએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 457 બોટલ એકત્ર થઇ

સેવા: મેરા યોગદાન અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ તથા વિવિધ બ્લડ બેંકોના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયા હતા. આ કેમ્પમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાના આ ઉમદા કાર્યમાં યોગદાન આપ્યું હતું. અને જિલ્લામાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવતા કુલ 457 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. મોરબી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી મંત્રી કાંતિભાઈ અમૃતિયા સંસ્કાર હોલ તથા મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

અને મેયર ઉત્તમભાઈ સુરાણીએ રક્તદાન કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments