HomeAllમોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

હાલમાં: સમગ્ર દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરની ક્ધયા છાત્રાલય રોડ પર આવેલ સરદારનગર સોસાયટીમાં 5 ફ્લેટ સમૂહ દ્વારા ગણપતિ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ખાસ કરીને શિક્ષિત લોકો પણ આનો ભોગ બનતા હોય સાયબર અવેરનેસ, વિવિધ ડિજિટલ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન, અશ ટૂલ્સ ના ઉપયોગ દરમિયાન રાખવાની સાવધાની આ ઉપરાંત ઘટના બન્યા બાદ સાયબર પોલીસનો સંપર્ક કરવા જેવી બાબતોને લઈને મોરબી જિલ્લા પોલીસના સાયબર સેલના પીએસઆઈ ગૌરાંગભાઈ ગઢવી અને સહકર્મચારી અમિતભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સનાતન હિન્દુ ઇકોનોમિક સમિતિના સભ્યો દ્વારા સનાતન સંસ્કૃતિ, સંસ્કાર, સુરક્ષા, સહયોગ અને સમાજ જાગરણના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અને બાળકો માટે પણ ખાસ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા આધારિત પ્રશ્ન મંચનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments