
મોરબી: શહેરમાં “Sun To Human Parivar” દ્વારા “નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર” અંતર્ગત ડેમો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, 20 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:30થી 9:00 વાગ્યા સુધી Ravapar Ghunda Road ખાતે આવેલા Eden Hills Banquet Hallમાં આ વર્કશોપ યોજાશે.

આ ડેમો વર્કશોપનો હેતુ લોકો સુધી નવી દૃષ્ટિ અને જાગૃતિ આધારિત પ્રયોગનો પરિચય પહોંચાડવાનો છે. આયોજકો દ્વારા પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો તથા પરિચિતોને વર્કશોપમાં ઉપસ્થિત રહી આ પ્રયોગને સમજવા અને તેનો અનુભવ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

વર્કશોપ પૂર્ણ થયા બાદ 15થી 20 જેટલી વાનગીઓ સાથે “અદૃશ્ય અલ્કલાઇન બ્રેકફાસ્ટ”નું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાયેલી પ્રવૃત્તિઓ બાદ હવે મોરબીમાં પણ આ પહેલને આગળ વધારવામાં આવી રહી છે. વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચે અને તેઓ ડેમો વર્કશોપમાં ઉપસ્થિત રહે તે માટે આયોજકો દ્વારા પરિવાર, મિત્રો તથા વિવિધ WhatsApp ગ્રુપમાં આમંત્રણ શેર કરવા અપીલ કરવામાં આવી છે.






















