HomeAllમોરબીમાં બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી બહેનો માટે નિઃશુલ્ક આધુનિક મેકઅપ સેમિનારનું આયોજન

મોરબીમાં બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી બહેનો માટે નિઃશુલ્ક આધુનિક મેકઅપ સેમિનારનું આયોજન

મોરબી: શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન અને SMAART CARD દ્વારા પર્લ નેઇલ એન્ડ બ્રાઇડલ સ્ટુડિયોના સહયોગથી મોરબી જિલ્લાના બ્યુટી પાર્લર ક્ષેત્ર સાથે સંકળાયેલી બહેનો માટે સંપૂર્ણ નિઃશુલ્ક આધુનિક મેકઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારનું આયોજન તા. 23 ઓગસ્ટ, રવિવારના રોજ બપોરે 2:00થી સાંજે 6:00 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સેમિનારમાં બ્યુટી પાર્લર ક્ષેત્ર સાથે સંકળાયેલી બહેનોને આધુનિક મેકઅપ અંગે ઉપયોગી માર્ગદર્શન અને નવીન ટેકનિકની માહિતી આપવામાં આવશે.

સેમિનારમાં ભાગ લેનાર તમામ બહેનો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. સાથે જ તમામ સહભાગીઓને સર્ટિફિકેટ તેમજ સરપ્રાઇઝ આપવામાં આવશે.

સેમિનારમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. ઇચ્છુક બહેનોએ હેલ્પલાઇન નંબર 9726501810 પર WhatsApp મારફતે રજીસ્ટ્રેશન કરાવવા સંસ્થા પ્રમુખ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments