
મોરબી: યુવા વક્તાઓને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અવસર મળે તે હેતુથી ભારતીય વિચાર મંચ દ્વારા સંસ્કાર બ્લડ બેંક હોલ ખાતે યુવા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસીઆ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. જયંતિભાઈ ભાડેસીઆએ આયોજકોના વિચાર તેમજ યુવા વક્તાઓના વિષય અને પ્રસ્તુતિને બિરદાવતા યુવાનોને પોતાના મૂળ અને સંસ્કૃતિને ક્યારેય ન ભૂલવા, હંમેશા વિદ્યાર્થી બની જિજ્ઞાસુ રહેવા તથા જે ક્ષેત્રમાં કાર્ય કરતા હોય તેમાં સંપૂર્ણ બુદ્ધિ, ભાવના અને પરિશ્રમ સાથે સમર્પણભાવથી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં CA, MBBS, BTech, શિક્ષક સહિત વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વિસ્મય ત્રિવેદી, રાહુલ જીંજુવાડિયા, દિશા ધામેચા, બંસી મીરાણી, ભવ્ય બોપલિયા, વિધિ પંડ્યા, અંશ ચાવડા, અવની વાઢેર, જીજ્ઞેશ બારૈયા, મુગ્ધરાજસિંહ ઝાલા તથા કાવ્યન કાલરીયાએ પોતાની આગવી શૈલીમાં વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું. તમામ વક્તાઓને સ્મૃતિચિહ્ન તથા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમને સફળ બનાવવા માટે વિચાર મંચના અધ્યક્ષ દિલિપભાઈ સુરાણી, મંત્રી પાર્થભાઈ શેરશિયા, ઉપાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, સહમંત્રી શૈલેષભાઈ કાલરીયા, મિલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, મનીષભાઈ જાની, ઉમેશભાઈ પટેલ, જય પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા ડો. સુનિલ સંઘાણી સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન તીર્થ ત્રિવેદી તથા રવિભાઈ ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.





















