મોરબી: શ્રી રઘુવંશી યુવક મંડળ, મોરબી દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સન્માન સમારોહ તા. ૦૪ ઓક્ટોબર ૨૦૨૬, રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજાશે. સમારોહ દરમિયાન ધોરણ ૯ અને તેનાથી ઉપરના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ વિવિધ ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે.

રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ફોર્મ ભરી પરત કરવાનું રહેશે.

ફોર્મ મેળવવા તેમજ પરત આપવા માટે નીચેના સ્થળોએ સંપર્ક કરી શકાશે:

દરીયાલાલ આલુ ભંડાર, નવાડેલા રોડ, મોરબી. મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮,

કેવિન ગેસ એજન્સી, નવા બસ સ્ટેશન સામે, મોરબી. મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪

વધુ માહિતી માટે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરમેન આકાશ કકકડનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને આ સન્માન સમારોહમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે માટે રઘુવંશી યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.