HomeAllમોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાના આયોજન અંગે હિન્દુ સંગઠનની બેઠક મળી

મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાના આયોજન અંગે હિન્દુ સંગઠનની બેઠક મળી

મોરબી મોરબીમાં આગામી જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ભવ્ય શોભાયાત્રા ના આયોજન માટે તેમજ મોરબીમાં ગેરકાયદેસર ધમધમતા કતલખાનાઓને બંધ કરાવવા માટે હિન્દુ સંગઠનની બેઠક મળી હતી અને તેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં ભવ્ય શોભાયાત્રા માટે વિવિધ કમિટીઓ બનાવવામાં આવી હતી અને શહેરમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ મક્કમતા પૂર્વક બંધ કરવા માટે થઈને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. મોરબીમાં દર વર્ષે ની જેમ વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા દરમિયાન મોરબીના જુદા જુદા વિસ્તારમાં લગભગ 20 જેટલી જગ્યા ઉપર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજતા હોય છે ત્યારે આ કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ, યુવાનો સહિતના હિન્દુઓ જોડાય અને ભવ્ય શોભાયાત્રા નીકળે તેના માટેનું આયોજન કરવા મોરબીના જલારામ ધામ ખાતે મંગળવારે રાતે તમામ હિન્દુ સંગઠનોના આગેવાનો તથા કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં જન્માષ્ટમીની શોભાયાત્રાની ચર્ચા પૂર્ણ થયા બાદ છેલ્લા ઘણા દિવસોથી મોરબી શહેરી વિસ્તારની અંદર ગેરકાયદેસર જે કતલખાના ચાલી રહ્યા છે તેમજ માસ, મચ્છી, મટન વગેરેનું વેચાણ થાય છે તે સદંતર બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લેવામાં આવી છે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને હાલમાં મોરબીના તમામ હિન્દુ સંગઠનો ઉપરાંત મોરબી મહાપાલિકાના ચૂંટાયેલા 52 સભ્યો દ્વારા શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે તેને સંમતિ આપી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ગેરકાયદેસર કતલખાનાઓ સદંતર રીતે બંધ કરાવવામાં આવે અને ગેરકાયદે જે માસ, મચ્છી, મટન વગેરેનું જાહેર રસ્તા ઉપર લારી અને દુકાનોમાં વેચાણ થાય છે તે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં હિન્દુ સંગઠનનો દ્વારા મહાપાલિકા તંત્રનો વિરોધ કરવામાં આવશે તેની સાથે જ મોરબીના નગર દરવાજા ચોકમાં પૂતળા દહન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments