HomeAllમોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું...

મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબી: મોરબીમાં અનેક સેવાકાર્યો કરતી રોટરી ક્લબ ઓફ મોરબી સંસ્થા દ્વારા મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે જઈને ત્યાં અત્યંત જરૂરિયાતમંદ ટીબીના 5 દર્દીઓને ટીબીની દવાની સાથે-સાથે દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી હતી

આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસીડન્ટ હુસેફાભાઈ લાકડાવાલા, અમિતભાઈ પટેલ, સોનલબેન તથા અશોકભાઈ મહેતા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા, જીલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયાએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments