
મોરબી: જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે, શિક્ષકોથી કે. જી. થી પી. જી. સુધી ચાલતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અખિલ ભારતીય સ્તરે 15 લાખ જેટલી સભ્ય સંખ્યા ધરાવતા આ સંગઠન માટે વાંકાનેર તાલુકાની વર્તમાન મહાસંઘની ટીમ કાર્ય કરી રહી છે,પણ શૈક્ષિક મહાસંઘની કાર્યપ્રણાલી મુજબ નવા કાર્યકર્તાઓ તૈયાર થાય એ માટે નવી રચના કરવામાં આવેલ છે.

જેમાં અધ્યક્ષ તરીકે અશોકભાઈ સતાસિયાની આગવી કાર્યશૈલી અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે રિપીટ કરાયા છે, મંત્રી તરીકે કિશોરભાઈ સરવૈયા, સંગઠનમંત્રી તરીકે જીવરાજભાઈ પાટડીયા, ઉપાધ્યક્ષ તરીકે અમિતભાઈ ભાટિયા, રોહિતભાઈ ખાંડેખા, મહિલા અધ્યક્ષ તરીકે ડો. લાભુબેન કારાવદરા, મહિલા મંત્રી તરીકે ક્રિષ્નાબેન કાસુંદ્રા. કોષાધ્યક્ષ દિપકભાઈ કોટડીયા, સહ કોષાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, આંતરિક ઓડિટર મેરૂભાઈ ખાંડેખા, પ્રચાર મંત્રી નરેન્દ્રભાઈ કાલરીયા, કાર્યાલય મંત્રી જીતુભાઈ વાટકિયા જિલ્લા પ્રતિનિધિ નવઘનભાઈ દેગામા, પોપટભાઈ ઉતેળીયા અને નિરવભાઈ બાવરવાને જવાબદારી સોંપવામાં આવેલ હોય નવી ટીમની રચના કરવામાં આવતા શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ પુસ્તક અર્પણ કરી આવકાર અને અભિનંદન પાઠવ્યા હતાં.

























