HomeAllપેટ્રોલમાં 20 નહી પણ 31.2% ઈથેનોલ મિશ્રણ?

પેટ્રોલમાં 20 નહી પણ 31.2% ઈથેનોલ મિશ્રણ?

બેંગલુરુ: કર્ણાટકથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં સરકારની તપાસમાં જ એક મોટો દાવો કરાયો છે. લગભગ સાત જેટલા જિલ્લામાંથી પેટ્રોલના 63 સેમ્પલ એકઠાં કરવામાં આવ્યા હતા. તેમાં તપાસ કરવામાં આવતા ઈથેનોલ મિશ્રણની માત્ર 20%થી વધારે મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જોકે IOCL ના સેમ્પલની વાત કરીએ તો તેમાં તો 31.2% જેટલું ઈથેનોલ મિશ્રણ મળી આવ્યું હતું.

હવે આ મામલે કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારને ઘેરતાં ઈથેનોલની ઓવર બ્લેન્ડિંગ સામે કાર્યવાહીની માગ કરી હતી. આ સાથે નુકસાનની ભરપાઈ તથા દરેક પેટ્રોલ પંપ પર ઈથેનોલ બ્લેન્ડિંગ કેટલા ટકા છે તેને લઈને ડિસ્પ્લે મૂકવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક સરકારે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં કેટલી માત્રામાં ઈથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે તેને લઈને કોઈ ચોખ્ખી માહિતી ન આપવામાં આવતા ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ ઘટના બાદથી IOCL, HPCL, BPCL, શેલ અને નાયરા જેવી મોટી ઓઈલ કંપનીઓના પેટ્રોલના કુલ 63 સેમ્પલની પ્રાઈવેટ લેબમાં તપાસ કરવામાં આવી હતી

RELATED ARTICLES

Most Popular

Recent Comments