HomeAllમોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ

મોરબી નજીક કારખાના સામે પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા કેબીન બળીને ખાખ

મોરબી: મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે કારખાનાની સામેના ભાગમાં ટ્રકમાં આગ લાગી હતી અને જોત જોતામાં આખી ટ્રકની કેબીન આગની જપેટમાં આવી ગઈ હોવાના કારણે કેબિન બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી.મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સિરામિક કારખાનાની સામેના ભાગમાં ટ્રક ક્ધટેનર ચાલકે પોતાનો ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી ટ્રકની કેબિનમાં આગ લાગી ત્યારે ડ્રાઇવર કે ક્લીનર તેની અંદર ન હોવાથી આ બનાવમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયેલ નથી

પરંતુ આગ લાગવાના કારણે ટ્રકની કેબીન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે.બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા પાણીનો મારો ચલાવ આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે ત્યાં સુધીમાં ટ્રકની કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે ટ્રકની કેબીનની અંદર આગ લાગી હોય તેવુ હાલમાં દેખાઇ રહ્યુ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments