મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જન્માષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ નંદ ઉત્સવ અંતર્ગત મટકી ફોડ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓએ રાધા-કૃષ્ણના વેશ ધારણ કરી સુંદર નૃત્ય-ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ ઉપરાંત બેસ્ટ કૃષ્ણ અને બેસ્ટ રાધા સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં શાળાની 462 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ અને સર્જનાત્મકતા વધે તેમજ શાળામાં આનંદમય શૈક્ષણિક વાતાવરણ ઊભું થાય તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.























