મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતના સેવાયજ્ઞમાં મહાપ્રસાદ યોજી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી

મોરબી: શહેરમાં વિવિધ પ્રકારની માનવસેવા માટે જાણીતા જલારામ ધામ ખાતે દરરોજ બપોરે અને સાંજે સદાવ્રત દ્વારા જરૂરિયાતમંદો તથા લોકો માટે ભોજન પ્રસાદની સેવા કરવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એક બહેને પોતાના ભાઈની સુખાકારી અને રક્ષા માટે મહાપ્રસાદનું આયોજન કરી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.


મોરબી લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી તથા સરદાર પટેલ પાટીદાર સમાજ, ટંકારા ના સ્થાપક પ્રમુખ કે.પી. ભાગીયા સાહેબની દીકરી ઉર્વશીબેન કિશનભાઈ ઠુમ્મર (રાજ બેંક) દ્વારા સાત સમુદ્ર પાર અમેરિકામાં રહેતા પોતાના ભાઈ સુમિતભાઈની રક્ષા અને સુખાકારી માટે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્ષાબંધનના આ પાવન પર્વે ઉર્વશીબેને ભાઈ સુમિતભાઈ સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી હતી અને તેમને જલારામ ધામ ખાતે પૂજ્ય જલારામ બાપાના દર્શન પણ કરાવ્યા હતા. આમ, ભાઈ ભલે હજારો કિલોમીટર દૂર અમેરિકામાં રહેતો હોય, પરંતુ બહેનના પ્રેમ અને લાગણીની અનુભૂતિ સાથે રક્ષાબંધનનો પવિત્ર પર્વ અનોખી રીતે ઉજવાયો હતો.

આ પ્રસંગે ઉર્વશીબેન, તેમના ભાણેજ તત્વકુમાર, માતા જયાબેન તથા પિતા કે.પી. ભાગીયા સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

રક્ષાબંધનના પર્વને માનવસેવા સાથે જોડીને કરાયેલી આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવિનભાઈ ઘેલાણી, કિશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કિશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, ભાવેશભાઈ બુદ્ધદેવ, સંજયભાઈ હીરાણી, હિતેશભાઈ જાની, સી.ડી. રામાવત, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.




















