HomeAllવાંકાનેરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે

વાંકાનેરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે

વાંકાનેર: જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, સમસ્ત હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી તા.4-9-26ને શુક્રવારના રોજ સવારે 8-30 કલાકે જડેશ્ર્વર રોડ પર આવેલ પુરાણી મુનીબાવાની જગ્યામાં બિરાજમાન શ્રી ફળેશ્વર મહાદેવના મંદિર ખાતેથી જન્માષ્ટમીની શોભાયાત્રાનો પરંપરા મુજબ હિન્દુ ધાર્મિક વિધિથી પૂજા અર્ચના થયા બાદ પ્રસ્થાન થશે. વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી, દિગ્વીજયસિંહજી ઝાલા (રાજવી પરિવાર) તથા ઉપસ્થિત સંતો-મહંતો આ શોભાયાત્રાને વિધિવત પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રામાં વાંકાનેર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી કૃષ્ણભકતો ઉપસ્થિત રહેશે.

ઉપરાંત વાંકાનેર શહેરના વિવિધ સંસ્થાના હોદેદેારો, હિન્દુ સંગઠનો, ધાર્મિક સંગઠનો,ભજનમંડળ, ધૂન મંડળો, સામાજીક આગેવાનો, વ્યાપારી સમુદાય આ ભવ્ય શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રામાં ક્ષત્રિય સમાજ પણ પોતાની પરંપરા મુજબ પોશાક ધારણ કરી સજજ થશે. તેવી જ રીતે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલ સમસ્ત માલધારી સમાજ પણ પોતાની પરંપરા મુજબનો પોશાક ધારણ કરી શોભાયાત્રાની શોભા વધારશે અને શોભાયાત્રાના રૂટ પર હુડો રાસની રમઝટ બોલાવશે. તે જ રીતે શહેરના વિવિધ મહિલા મંડળો, સત્સંગ મંડળો, વિવિધ સંસ્થાઓની બહેનો પણ બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાશે અને શોભાયાત્રાના રૂટ ઉપર રાસ-ગરબાની રમઝટ બોલાવશે. શહેરને ધજા પતાકા અને રોશનીથી સુશોભીત કરવામાં આવી રહ્યુ છે.

શ્રી રમાકુંવરબા ક્ધયા છાત્રાલયની બાળાઓ (દીકરીઓ) શોભાયાત્રા રૂટ ઉપર તલવાર રાસની રમઝટ બોલાવી આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે તો ઉપરોકત જન્માષ્ટમી શોભાયાત્રામાં સૌ કોઈ કૃષ્ણભકતોને નંદલાલા (મોરબીવાળા)ની શોભાયાત્રામાં જોડાવવા જન્માષ્ટમી ઉત્સવ સમિતિ-વાંકાનેર તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવાયુ છે. ્રઆ અંગે રાજવી કેશરીદેવસિંહજીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી જેમા ગત વર્ષના સુશોભિત ફલોટ તથા રોશનીથી શોભા વધારનારને રાજવી કેશરીદેવસિંહજી ડી. ઝાલાના હસ્તે ઈનામો અપાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments