HomeAllમોરબી શહેર ભાજપ મહિલા મોરચાની નવી જવાબદારી જાગૃતિબેન ગઢિયાના શિરે

મોરબી શહેર ભાજપ મહિલા મોરચાની નવી જવાબદારી જાગૃતિબેન ગઢિયાના શિરે

સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવાભાવી કામગીરી બદલ નવયુગ પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા

મોરબી: શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નવયુગ પરિવારના સભ્ય જાગૃતિબેન રાજેશભાઈ ગઢિયાની વરણી કરવામાં આવી છે. નવી જવાબદારી મળતા નવયુગ પરિવારના પી.ડી. કાંજીયા સહિતની ટીમ દ્વારા જાગૃતિબેન ગઢિયાને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

જાગૃતિબેન ગઢિયાનો નવયુગ પરિવાર સાથેનો નાતો વર્ષોથી વિશેષ રહ્યો છે. તેમણે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષક તરીકે પોતાની સેવાઓ આપી હતી અને આજદિન સુધી સંસ્થા સાથેનો તેમનો આત્મીય સંબંધ યથાવત્ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે સેવાઓ આપવાની સાથે તેમણે વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય યોગદાન આપ્યું છે.

જાગૃતિબેન દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન, સમૂહલગ્ન સમિતિમાં સેવા તેમજ મહિલા સમિતિમાં કારોબારી સભ્ય તરીકેની જવાબદારી સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. સમાજસેવા પ્રત્યેની તેમની નિષ્ઠા અને સેવાભાવને કારણે તેમણે વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ઊભી કરી છે.

ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરવા, નારીશક્તિને પ્રોત્સાહન આપવા, સામાજિક જાગૃતિ ફેલાવવા તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી સેવાભાવ સાથે પહોંચવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા છે. હવે મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે મળેલી નવી જવાબદારીને તેઓ વધુ સક્રિયતા અને સેવાભાવ સાથે નિભાવશે તેવી શુભેચ્છાઓ સાથે નવયુગ પરિવાર દ્વારા જાગૃતિબેન ગઢિયાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments