HomeAllજન્માષ્ટમીએ ઈસરોએ કરી કમાલ, અંતરિક્ષમાં મોકલ્યું 'નોટી બૉય', દુશ્મનોની હરકત પર રહેશે...

જન્માષ્ટમીએ ઈસરોએ કરી કમાલ, અંતરિક્ષમાં મોકલ્યું ‘નોટી બૉય’, દુશ્મનોની હરકત પર રહેશે નજર

ભારતીય: અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. ઈસરોએ શ્રીહરિકોટા સ્થિત સતારા ધવન સ્પેસ સેન્ટરથી GSLV-F17 રોકેટ દ્વારા EOS-05 (GISAT-1A) સેટેલાઈટને અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ‘નોટી બોય’ તરીકે ઓળખાતા આ રોકેટ દ્વારા મોકલવામાં આવેલો સેટેલાઈટ પૃથ્વીથી 36,000 કિલોમીટરની ઊંચાઈએ સ્થિર રહીને સતત ભારત પર નજર રાખશે. આ સફળ લોન્ચિંગ 4 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારે 2:55 વાગ્યે સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી કરવામાં આવ્યું હતું. આશરે 2,367 કિલોગ્રામ વજન ધરાવતા આ સેટેલાઈટને GSLV ની 19મી ઉડાન દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે. આ અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ માનવામાં આવે છે.

આશરે 8 મહિનાના વિરામ બાદ ઈસરોનું આ અત્યંત મહત્વપૂર્ણ વાપસી મિશન છે.Loading tweet…EOS-05 સેટેલાઈટની મુખ્ય વિશેષતાઓ : EOS-05 એ ભારતનો પ્રથમ એવો ઈમેજિંગ સેટેલાઈટ છે જે જિઓસિન્ક્રોનસ ઓર્બિટ (Geosynchronous Orbit) માં તૈનાત રહેશે. પૃથ્વીથી 36,000 કિલોમીટર ઉપર સ્થિર રહીને તે સતત ભારતીય ઉપમહાદ્વીપનું નિરીક્ષણ કરશે. સામાન્ય રિમોટ સેન્સિંગ સેટેલાઈટ ઓછી ઊંચાઈએ ફરતા હોવાથી કોઈ સ્થાનની તસવીર લેવામાં દિવસો લગાવે છે, જ્યારે આ સેટેલાઈટ દર 30 મિનિટે સમગ્ર ભારત ભૂભાગની તસવીર લઈ શકશે. કટોકટીના સમયે આ સમય ઘટાડીને 5 મિનિટ સુધી કરી શકાશે. આ સેટેલાઈટમાં 700 મિલીમીટરનું હાઈ-ટેક ટેલિસ્કોપ લગાડવામાં આવ્યું છે.

જે વિઝિબલ, નિયર-ઈન્ફ્રારેડ અને શોર્ટ-વેવ ઈન્ફ્રારેડ બેન્ડમાં ડેટા એકત્ર કરશે. આ સિસ્ટમ પૂર, વાવાઝોડું કે જંગલની આગ જેવી કુદરતી આપત્તિઓનું રીઅલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં મદદરૂપ થશે. આ સિવાય કૃષિ ક્ષેત્રે પાકની સ્થિતિ, જમીનનો ભેજ, પર્યાવરણની જાળવણી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ સેટેલાઈટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

2021ની નિષ્ફળતા બાદ મજબૂત વાપસી : વર્ષ 2021માં GSLV-F10 મિશન દરમિયાન ક્રાયોજેનિક સ્ટેજમાં ખામી સર્જાવાને કારણે GISAT-1 (EOS-03) સેટેલાઈટ પોતાની ભ્રમણકક્ષામાં પહોંચી શક્યો નહોતો. EOS-05 એ જ ક્ષમતાને ફરીથી પ્રાપ્ત કરવાનો સફળ પ્રયાસ છે. GSLV-F17 એ 3 સ્ટેજ વાળું રોકેટ છે જેની ઊંચાઈ 51.7 મીટર અને વજન 420.5 ટન છે. ભૂતકાળની નિષ્ફળતાઓને કારણે આ રોકેટ કેટેગરીને ‘નોટી બોય’ પણ કહેવામાં આવે છે, પરંતુ આ સફળ લોન્ચિંગથી ભારતે અંતરિક્ષ ક્ષેત્રે પોતાની સુરક્ષા અને સર્વેલન્સ ક્ષમતામાં મોટો વધારો કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments