અર્ધનારેશ્વર શિવશક્તિના અલૌકિક શણગાર સાથે ઢોલ-નગારા અને રંગબેરંગી આતશબાજી વચ્ચે યોજાશે મહાઆરતી

મોરબી, તા. ૦૬ સપ્ટેમ્બર : મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે તા. ૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૧૫ કલાકે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના પવિત્ર પર્વ નિમિત્તે યોજાનારી આ મહાઆરતીમાં સત્યેશ્વર મહાદેવને વિશેષ અર્ધનારેશ્વર શિવશક્તિનો અલૌકિક શણગાર કરવામાં આવશે.

મહાઆરતીના પાવન અવસરે ઢોલ-નગારા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાશે તેમજ રંગબેરંગી ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવશે. અર્ધનારેશ્વર શિવશક્તિના વિશેષ શણગાર સાથે યોજાનારી આ મહાઆરતી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ભવ્ય મહાઆરતીના દાતા તરીકે વિપુલભાઈ હરજીવનભાઈ ઘોડાસરા (સ્વસ્તિક કો. ઓપ. સોસાયટી, જય જીવન એપાર્ટમેન્ટ, સનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામે) દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.

સત્યેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રીન્ટુ ગીરીબાપુ દ્વારા સમસ્ત મોરબીની ધર્મપ્રેમી જનતાને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી અર્ધનારેશ્વર સ્વરૂપના દર્શન તથા ભવ્ય મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






















