HomeAllમોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સેવાભાવીઓનું સન્માન

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સેવાભાવીઓનું સન્માન

ચાર્ટર્ડ સભ્યો સહિત 18 સક્રિય સભ્યો, 5 ડોક્ટરો, દાતાઓ અને સેવકોનું શિલ્ડ આપી બહુમાન

મોરબી, તા. ૦૬ સપ્ટેમ્બર : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ચાર્ટર્ડ સભ્યો, સક્રિય સભ્યો, તબીબો, દાતાઓ અને સેવાભાવીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્લબના 5 ચાર્ટર્ડ સભ્યો તેમજ વર્ષ 2025/26ના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીને ક્લબના સિનિયર સભ્યો તથા પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2025/26 દરમિયાન ક્લબના વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં તન, મન અને ધનથી સહયોગ આપનાર 18 સક્રિય સભ્યોને પણ પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી શિલ્ડ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ક્લબના કાયમી પ્રકલ્પ એવા નિઃશુલ્ક ડાયાબિટીસ અને બી.પી. માપન કેન્દ્રમાં નિસ્વાર્થ સેવા આપનાર 5 ડોક્ટરો, કાયમી સીવણ કેન્દ્ર માટે સિલાઈ મશીનનું દાન કરનાર દાતા તેમજ સામાજિક સંસ્થાના 4 સેવાભાવીઓને પણ શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2025/26 દરમિયાન પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું. જેમાં આશરે 100 સિમેન્ટના બાંકડા, 60 લોખંડના ટ્રી ગાર્ડ, 2 સિલાઈ મશીન, ટ્રાયસિકલ તેમજ ક્ષયના દર્દીઓ માટે પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબે ઘૂમતી આશરે 1000 બાળાઓને લાણીનું વિતરણ સહિતના અનેક સેવાકીય પ્રકલ્પોમાં ઉદાર હાથે સહયોગ આપવામાં આવ્યો હતો.

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સમાજસેવા, આરોગ્ય સેવા અને જરૂરિયાતમંદોની સહાય માટે સતત વિવિધ સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. સેવાભાવી સભ્યો, તબીબો અને દાતાઓના સહયોગથી હાથ ધરાતી આ સેવાપ્રવૃત્તિઓ ક્લબ માટે ગૌરવરૂપ બની રહી હોવાનું સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments