HomeAllમોરબીના ઉમિયા સર્કલ ખાતે પોસ્ટ વિભાગની ‘ડાક ચોપાલ’ યોજાઈ, નાગરિકોને વિવિધ સેવાઓની...

મોરબીના ઉમિયા સર્કલ ખાતે પોસ્ટ વિભાગની ‘ડાક ચોપાલ’ યોજાઈ, નાગરિકોને વિવિધ સેવાઓની અપાઈ જાણકારી

ડિજિટલ બેન્કિંગ, વીમા અને પોસ્ટ ઓફિસની લોકકલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ : ‘આપકા બેંક, આપકે દ્વાર’ના અભિગમને મળ્યો સારો પ્રતિસાદ

મોરબી, તા. ૦૨/૧૧/૨૦૨૬: નાગરિકો સુધી પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ સરળતાથી પહોંચાડવા અને સરકારી યોજનાઓ અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી મોરબીના ઉમિયા સર્કલ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા ‘ડાક સેવા જન સેવા’ અભિયાન અંતર્ગત ‘ડાક ચોપાલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાક વિભાગની વિશેષ મોબાઈલ થિયેટર વાન મોરબી ખાતે આવી પહોંચી હતી, જેના માધ્યમથી પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અને યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

‘આપકા બેંક, આપકે દ્વાર’ના લોકાભિમુખ અભિગમને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં ડિજિટલ બેન્કિંગ, ઇન્સ્યુરન્સ તથા પોસ્ટ વિભાગની અન્ય મહત્વપૂર્ણ સેવાઓ અંગે નગરજનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ લોકોને સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન પોસ્ટ વિભાગની સેવાઓ વિશે જાણકારી મેળવવા નગરજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ડાક વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કર્મચારીઓની ઉપસ્થિતિ તથા નાગરિકોના સક્રિય સહભાગિતાના કારણે આ જનજાગૃતિ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો.

નાગરિકોને ઘરઆંગણે બેન્કિંગ, વીમા અને પોસ્ટલ સેવાઓનો લાભ મળી રહે તથા પોસ્ટ વિભાગની જનહિતકારી યોજનાઓનો વ્યાપ વધે તેવા હેતુથી યોજાયેલ આ ‘ડાક ચોપાલ’ કાર્યક્રમ લોકજાગૃતિની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments