HomeAllમોરબીના ડો.જયેશ સનારિયાને રાજયકક્ષાનો ડો.કે.જે. નથવાણી સોશિયો મેડિકલ એવોર્ડ એનાયત

મોરબીના ડો.જયેશ સનારિયાને રાજયકક્ષાનો ડો.કે.જે. નથવાણી સોશિયો મેડિકલ એવોર્ડ એનાયત

મોરબી મોરબીના જાણીતા સ્કિન, એસ્થેટિક અને લેસર નિષ્ણાત ડૉ. જયેશ સનારિયાને તબીબી સેવા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક ક્ષેત્રે સતત અને નોંધપાત્ર યોગદાન બદલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026નો પ્રતિષ્ઠિત “Dr. K. J. Nathwani — Socio Medical Award” રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નેશનલ આઇએમએ પ્રેસિડેન્ટ ડો. અનિલ નાયક અને સ્ટેટ પ્રેસિડેન્ટ ડો. અનિલ પટેલના હસ્તે આપવામાં આવેલ હતો ત્યારે તેઓના પિતા અમુભાઈ સનારિયા અને માતા મંજુલાબેન સનારિયા પણ તેઓની સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના જાણીતા ડૉ.

જયેશ સનારિયાના મુખ્ય યોગદાનની વાત કરીએ તો છેલ્લા 19 વર્ષથી સ્પર્શ સ્કિન, એસ્થેટિક અને લેસર સેન્ટર મોરબી ખાતે આવેલું છે ત્યાં ત્વચા, વાળ, નખ, કોસ્મેટિક અને લેસર સારવાર ક્ષેત્રે આધુનિક સેવાઓ આપવામાં આવે છે. ખાસ કાર આઇને તબીબી વ્યવસાયને માત્ર સારવાર પૂરતો સીમિત ન રાખતા વર્ષોથી નિ:શુલ્ક નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, શાળા-કોલેજોમાં હેલ્થ અવેરનેસ લેક્ચર આપવા માટે પણ તેઓ જાય છે, આટલું જ નહીં જરૂરિયાતમંદ દર્દીઓ, આર્મી જવાનોના પરિવારો સહિત વિવિધ વર્ગો માટે નિ:શુલ્ક અથવા રાહતદરે સારવાર તેઓ દ્વારા આપવામાં આવે છે. ઉલેખનીય છે કે, સમગ્ર ગુજરાતના 41,000 આઇએમએના સભ્યોમાંથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ સન્માનથી મોરબીના તબીબી ક્ષેત્રમાં ગૌરવની લાગણી પ્રસરી છે અને વિવિધ ક્ષેત્રોમાંથી ડૉ. જયેશ સનારિયાને શુભેચ્છાઓ મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments