HomeAllમોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા માટીના કોડિયાના પેકેટનું કરાયું વિતરણ

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા માટીના કોડિયાના પેકેટનું કરાયું વિતરણ

મોરબી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના નવ વર્ષ પુરા થાય છે અને સંસ્થા દસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આગામી દિવાળીને ધ્યાને રાખીને ભારત ભૂમિની માટીમાંથી બનેલા માટીના કોડિયાઓના પેકેટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી સિવિલ હોસ્પિટલ પાસે કોડિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદને ભરેલી એવી આ સંસ્થા દ્વારા વોકલ ફોર લોકલના સ્લોગનને અનુસરીને શહેરના કારીગરો પાસે થી જ દિવાળી માટેની વસ્તુઓ ખરીદે તે ઉદેશથી આપણી ભારત ભૂમિની માટીમાંથી બનેલા માટીના કોડિયાઓના પેકેટનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ પાસે કરવામાં આવ્યું હતું. મોરબી શહેરના લગભગ 1000 જેટલા લોકોએ હર્ષભેર માટીના કોડિયા દિવાળી ગિફ્ટ તરીકે સ્વીકાર્યા હતા.

અને આ કોડિયાથી દિવાળીના દિવસે તેમનું ઘર જગમગસે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ સંસ્થાના હાલના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાના આર્થિક સહયોગથી સંપન્ન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સના સ્પોન્સર દુબઈ રહેતા નરેશભાઈ કાનજીભાઈ મેપાણી અને સુજતન કોમ્પ્યુટર સેન્ટરના સંચાલિકા હીનાબેન પરમારનો સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા તેમજ ઇન્ડિયન લાયોનેસની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments