HomeAllમોરબીના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગના અલૌકિક દર્શનનું આયોજન

મોરબીના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગના અલૌકિક દર્શનનું આયોજન

7 સપ્ટેમ્બરે સવારથી આખો દિવસ ભાવિકો લઈ શકશે જ્યોતિર્લિંગના દર્શનનો લાભ, ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ

મોરબી, તા. ૦૬ સપ્ટેમ્બર: શિવભક્તો માટે ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો અવસર લઈને મોરબી શહેરના જેલ રોડ પર આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા. ૭ સપ્ટેમ્બર, સોમવારના રોજ દ્વાદશ જ્યોતિર્લિંગના અલૌકિક દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક આયોજન અંતર્ગત કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવના પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રતિકરૂપે અદભુત અને આકર્ષક દર્શન ઊભા કરવામાં આવશે. જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કાશી વિશ્વનાથ, કેદારનાથ, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ઘૃષ્ણેશ્વર સહિતના પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શનનો લાભ ભાવિકોને એક જ સ્થળે પ્રાપ્ત થશે.

તા. ૭ સપ્ટેમ્બરના રોજ સવારથી લઈને આખો દિવસ ભાવિકો આ વિશેષ અને અલૌકિક જ્યોતિર્લિંગ દર્શનનો લાભ લઈ શકશે. શિવભક્તો માટે એક જ સ્થળે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરવાની આ અનોખી તકને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

કલ્યાણેશ્વર મહાદેવ મંદિર દ્વારા મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર ધાર્મિક આયોજનમાં પરિવાર સાથે રૂબરૂ પધારી ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments