ઉપરવાસમાંથી 58,525 ક્યુસેક પાણીની આવક, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ડેમમાં 58,525 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 135.75 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી પણ ઝડપથી વધી રહી છે.

સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલની સપાટી મહત્તમ સપાટીથી થોડા જ અંતરે હોવાથી તંત્ર દ્વારા ડેમમાં પાણીની આવક અને જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સ્થિતિને પગલે નર્મદા કાંઠાના વિસ્તારોમાં પણ તંત્ર સજ્જ બન્યું છે.
























