HomeAllમોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બર્ફીલા બાબા અને 12 જયોતિર્લિંગ દર્શનનું...

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બર્ફીલા બાબા અને 12 જયોતિર્લિંગ દર્શનનું આયોજન

મોરબી: શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના પાવન સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય મોરબી સેવાકેન્દ્ર દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભવ્ય આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનીમાં મુખ્ય આકર્ષણ તરીકે પવિત્ર અમરનાથ ગુફાની પ્રતિકૃતિ સમાન ’બરફીલા બાબા’ (બરફના અમરનાથ શિવલિંગ) અને ભારતભરમાં પથરાયેલા પવિત્ર 12 જ્યોતિર્લિંગોની દિવ્ય પ્રતિકૃતિઓ દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ આધ્યાત્મિક પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા ઘરઆંગણે જ પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગ અને અમરનાથ ધામના દિવ્ય દર્શનનો લાભ લઈ શકે તેમજ શિવ આરાધનાના સાચા આધ્યાત્મિક રહસ્યોને સમજી શકે તેવો રાખવામાં આવ્યો હતો.

આ તકે બ્રહ્માકુમારીઝના સમર્પિત બહેનો, માતાઓ અને કુમારીઓ દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને મહાદેવના સાચા સ્વરૂપ અને રાજયોગ મેડિટેશન (ધ્યાન) વિશે સુંદર અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. ભગવાન શિવ આપણને વિકારો અને નકારાત્મકતાનો ત્યાગ કરી પવિત્ર જીવન જીવવાનો જે સંદેશ આપે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments