HomeAllમોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે...

મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન

મોરબી: મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેના માટે સહકાર પેનલ અને પરીવર્તન પેનલમાંથી આગેવાનો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે મોરબી માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે જેમાં વેપારી પેનલની 4 બેઠક માટે 6 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 19 ઉમેદવારો મેદાનમાં છે.

આજે સાંજ સુધીમાં મતદાન કરીને મતદારો દ્વારા ઉમેદવારોના ભાવીને મતપેટીમાં કેદ કરવામાં આવશે અને કાલે મત ગણતરી કરવામાં આવશે. શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી

જેના માટે પહેલા કુલ મળીને 33 આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા જેમાંથી ફોર્મ પાછા ખેંચવાની આખરી તારીખે 8 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા જેથી યાર્ડની 14 બેઠકો માટે કુલ મળીને 25 આગેવાનો મેદાનમાં હતા આજે સવારે નવ વાગ્યાથી મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે.

આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1507 અને વેપારી પેનલ માટે 51 મતદારો છે જેના દ્વારા આજે સાંજ સુધીમાં મતદાન કરવામાં આવશે અને ત્યાર બાદ કાલે તા 10/9 ના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલેખનીય છે કે, મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગાઉ વર્ષ 1988, 1995, 2001 અને 2021 માં ચુંટણી યોજાઈ હતી અને યાર્ડ છેલ્લા ઘણા વર્ષોથી સહકાર પેનલના જ હાથમાં છે.

આ યાર્ડમાં મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની 140 મંડળીઓ અને 1668 મતદારો નોંધાયેલ છે. જો કે, હાલમાં વીજપોલના વળતર મામલે મોરબી જીલ્લામાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તેની અસર યાર્ડની ચુંટણીમાં કેવી રહેશે. તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments