HomeAllલાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યોનું સન્માન કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યોનું સન્માન કરાયું

લાયન્સ: કલબ ઓફ મોરબી સીટીના પાંચ ચાર્ટર્ડ સભ્યો તથા વર્ષ 2025/26 વર્ષ ના પ્રમુખ સેક્રેટરી તથા ખજાનચીનું લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સિનિયર લાયન સભ્યો અને પ્રમુખ હરખજીભાઈ સુવારિયાના હસ્તે શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 18 લાયન સભ્યો કે જેઓએ 2025/26 વર્ષના ગાળામાં દરેક સેવાકીય પ્રોજેક્ટમાં તન, મન અને ધનથી હાજરી આપી હોય તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ આ સંસ્થાના કાર્યક્રમમાં નિ:શુલ્ક ડાયાબિટીસ અને બીપી માપનની સેવા આપનારા પાંચ ડોક્ટરોનુ પણ શિલ્ડ આપીને સન્માન કર્યું હતું.

તેમજ કાયમી સિવણ કેન્દ્રના સિલાઈમશીનના દાતા અને સામાજિક સેવાભાવી સંસ્થાના ચાર સેવકોનુ સન્માન કરવામાં આવ્યુ હતું. અને પ્રમુખ હરખજીભાઈ સુવારિયાના સૌજન્યથી આશરે 100 જેટલા સિમેન્ટના બાકડા, 60 જેટલા લોખંડના ટ્રી ગાર્ડ, બે સિલાઈ મશીન તેમજ ટ્રાયસિકલ, ક્ષયના દર્દીઓ માટે પ્રોટીનયુક્ત કીટ, નવરાત્રી મહોત્સવમા ગરબે ઘુમતી આશરે 1000 બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments