HomeAllમોરબી : તાર ફેન્સીંગ યોજના હેઠળ 1.80 લાખની સહાય મેળવી જંગલી ભૂંડ-રોઝડાથી...

મોરબી : તાર ફેન્સીંગ યોજના હેઠળ 1.80 લાખની સહાય મેળવી જંગલી ભૂંડ-રોઝડાથી મુકિત મેળવી

મોરબી: સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોરબી જિલ્લાના ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકારની તાર ફેન્સિંગ યોજના હેઠળ રૂ. 1,80,000ની સહાય મેળવી પોતાના ખેતરમાં તાર ફેન્સિંગ કરાવ્યું છે.

અગાઉ તેમના ખેતરમાં જંગલી ભૂંડ અને રોઝડા જેવા વન્ય પ્રાણીઓના ત્રાસને કારણે પાકને નુકસાન થતું હતું.

પરંતુ સરકારી સહાયથી તાર ફેન્સિંગ કરાવ્યા બાદ હવે તેમના ખેતરનો પાક સુરક્ષિત બન્યો છે અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનમાં રાહત મળી છે.

સરકારની આ સહાયથી ખેતીને સુરક્ષા મળતાં ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments