HomeAllમોરબીમાં PGVCLના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સોમવારે મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

મોરબીમાં PGVCLના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સોમવારે મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

સાંસદ, ધારાસભ્યો, PGVCLના MD સહિતના અધિકારીઓ રહેશે ઉપસ્થિત, પ્રશ્નો અને રજૂઆતો આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં બે નકલમાં જમા કરાવવા અપીલ

મોરબી, તા. 12 સપ્ટેમ્બર: મોરબી વિસ્તારમાં PGVCLને લગતા પડતર પ્રશ્નો અને વિવિધ રજૂઆતોના સમયસર નિરાકરણ માટે આગામી સોમવારે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો, PGVCLના મેનેજિંગ ડિરેક્ટર સહિત મોરબી અને રાજકોટ જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહીને વિવિધ પ્રશ્નો અને રજૂઆતોની સમીક્ષા કરશે.

આ સમીક્ષા બેઠક તા. 14 સપ્ટેમ્બરના રોજ સાંજે 4:00 કલાકે PGVCL કચેરી, મોરબી-2 ખાતે યોજાશે. બેઠકમાં મોરબી વિસ્તારના ઉદ્યોગકારો તેમજ સામાન્ય નાગરિકોના PGVCLને લગતા વીજ પુરવઠા, કનેક્શન, લોડ, વીજ લાઇન સહિતના કોઈપણ પડતર પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મોરબીના ઉદ્યોગકારો કે સામાન્ય નાગરિકોને PGVCLને લગતા કોઈપણ પડતર પ્રશ્નો અથવા રજૂઆત હોય તો તેઓએ આજે શનિવારે સાંજે 6:00 કલાક સુધીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબી સ્થિત કાર્યાલય, ઉમા ટાઉનશીપ ખાતે પોતાની રજૂઆત જમા કરાવવાની રહેશે.

અરજદારોએ પોતાની રજૂઆત ફરજિયાતપણે બે નકલમાં જમા કરાવવાની રહેશે. પ્રાપ્ત થયેલી રજૂઆતોનું સમયસર સંકલન કરીને આગામી સમીક્ષા બેઠકમાં રજૂ કરવામાં આવશે, જેથી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.

RELATED ARTICLES

Most Popular

Recent Comments