
મોરબી: મહાપાલિકાના વોર્ડ નં-3 ના કોર્પોરેટરની મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે વરણી કરવામાં આવી છે. મોરબી માર્કેટ યાર્ડની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત પરીવર્તન પેનલના 9 અને સહકાર પેનલના 5 ઉમેદવારો ચૂંટાયેલા છે જોકે, આગામી સમયમાં માર્કેટ યાર્ડના ચેરમેનમ વાઇસ ચેરમેન સહિતના હોદેદારોની વરણી કરવામાં આવશે.

દરમ્યાન મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં ઠરાવ કરીને વોર્ડ નં-3 ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલાની માર્કેટ યાર્ડમાં મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેથી તેઓને હાલમાં તેના શુભચિંતકો સહિતનાઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
























