
મોરબી: લાંબા વિરામ બાદ મોરબી શહેરમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે સાંજના સમયે અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

વરસાદના આગમનથી છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી હતી. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે રસ્તાઓ પર પાણીના છાંટા જોવા મળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આશા જાગી છે. આગામી સમયમાં વધુ વરસાદ થાય તો ખેતી અને જળસંચય માટે પણ ફાયદો થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.























