
મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મોરબી નગરપાલિકાના વોર્ડ નં. 4ના ખારી વિસ્તારમાં રામદેવપીર મંદિર, ત્રાજપર ચાર રસ્તા ચોકડી અને જૂના ધૂંટુ રોડ નજીક 500 દીવડા પ્રગટાવી ભવ્ય રોશની સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શ્રદ્ધાભાવપૂર્વક મહાઆરતી કરવામાં આવી હતી. 500 દીવડાઓની રોશનીથી સમગ્ર વિસ્તાર ભક્તિમય અને આકર્ષક માહોલથી ઝળહળી ઉઠ્યો હતો.

મહાઆરતીના કાર્યક્રમમાં મોરબી નગરપાલિકાના કોર્પોરેટર તથા લીગલ ડિપાર્ટમેન્ટના ચેરમેન એડવોકેટ પૂનમબેન જીતેનભાઈ આગેચાણિયા, કોર્પોરેટર અશ્વિનીબેન તુલસીભાઈ પટાડિયા, મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ આગેચાણિયા, ત્રાજપર વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકર તુલસીભાઈ પટાડિયા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વિનોદભાઈ ડાભી, મયુરભાઈ ગોહિલ, ભોજાભાઈ ભરવાડ, છગનભાઈ ભરવાડ, દીપાભાઈ વરાણીયા, હકુભાઈ, પ્રકાશભાઈ, રવિ બારૈયા, મહાવીરસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ ખારી વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ અને વોર્ડના રહીશો જોડાયા હતા. ઉપસ્થિત સૌએ શ્રદ્ધાભાવપૂર્વક મહાઆરતીમાં ભાગ લઈ જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.






















