HomeAllમોબાઈલ નંબર અપડેટ નહીં કરો તો લાયસન્સ રદ થશે? સોશિયલ મીડિયામાં વાયરલ...

મોબાઈલ નંબર અપડેટ નહીં કરો તો લાયસન્સ રદ થશે? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ખોટા

નવી દિલ્હી: તા, 25 સોશિયલ મીડિયા પર આજકાલ એક મેસેજ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ડ્રાઈવિંગ લાયસન્સ ધારકો 25 અથવા 26 સપ્ટેમ્બર સુધીમાં પોતાનો મોબાઈલ નંબર અપડેટ નહીં કરાવે, તો તેમનું લાયસન્સ રદ કે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ વાયરલ સમાચારને કારણે વાહન ચાલકોમાં ભારે અસમંજસ અને ડરનો માહોલ સર્જાયો છે. પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલી સામાન્ય સલાહ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી ડેડલાઈનના આ દાવામાં જમીન-આસમાનનો તફાવત છે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા અધિકૃત ‘સારથી પરિવહન’ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સરકારે દેશભરમાં એવી કોઈ પણ ફરજિયાત ડેડલાઈન નક્કી નથી કરી કે જેના પછી નંબર અપડેટ ન હોવા પર લાયસન્સ ઓટોમેટિક રદ થઈ જાય. તેથી 25 સપ્ટેમ્બર સુધીમાં નંબર લિંક ન કરાવવા પર લાયસન્સ રદ થવાની આ અફવા સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. ભલે લાયસન્સ રદ થવાની અફવા ખોટી હોય, પરંતુ લાયસન્સમાં નવો નંબર અપડેટ રાખવાની સલાહ તદ્દન સાચી અને જરૂરી છે.

પરિવહન વિભાગે તમામ વાહન માલિકોને સલાહ આપી છે કે તેઓ ‘સારથી’ અને ‘વાહન’ ડેટાબેઝ પર પોતાનો ચાલું નંબર અપડેટ રાખે, જેથી ચલાન, લાયસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ કોપી કે સરનામું બદલવા જેવી ઓનલાઈન સેવાઓ માટે જરૂરી OTP’અને મહત્વપૂર્ણ સૂચનાઓ સમયસર મળી શકે. પોતાનાં ડ્રાઈવિંગ લાયસન્સમાં નવો મોબાઈલ નંબર લિંક કરવા માટે તમે ભારત સરકારના અધિકૃત પોર્ટલ પર જઈ શકો છો. ત્યાં ‘ડ્રાઈવિંગ લાયસન્સ સર્વિસીસ’માંથી ‘મોબાઈલ નંબર અપડેટ’ વિકલ્પ પસંદ કરીને જરૂરી માહિતી દાખલ કરો અને આધાર લિંક્ડ ઘઝઙ દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો. ઓનલાઈન પ્રોસેસ ન થાય તો નજીકની આરટીઓ ઑફિસ જઈને પણ આ કામ કરાવી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments