HomeAllમોરબી જિલ્લામાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો તથા...

મોરબી જિલ્લામાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો તથા સ્થળ જાહેર

૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬: મોરબી જિલ્લામાં કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’ની તાલુકા તથા ઝોન કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ માટે તારીખ, સ્થળ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકા ઝોન-૧ અને ઝોન-૨ની સ્પર્ધાઓ ૨ ઓક્ટોબરના રોજ શ્રી વાત્સલ્ય વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ કલાકે યોજાશે. જ્યારે ઝોન-૩ તથા મોરબી ગ્રામ્ય તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ૪ ઓક્ટોબરના રોજ શ્રી સાર્થક વિદ્યાલય ખાતે સવારે ૭:૩૦ કલાકે યોજાશે.

હળવદ તાલુકા કક્ષાની સ્પર્ધા ૩ ઓક્ટોબરના રોજ બપોરે ૨:૦૦ કલાકે શ્રી મહર્ષિ ગુરૂકુળ ખાતે યોજાશે. વાંકાનેર તાલુકા કક્ષાની સ્પર્ધા ૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૭:૩૦ કલાકે શ્રીમતી એલ.કે. સંઘવી હાઈસ્કૂલ ખાતે યોજાશે.

ટંકારા તાલુકા કક્ષાની સ્પર્ધા ૧૧ ઓક્ટોબરના રોજ સવારે ૭:૩૦ કલાકે વિરપર સ્થિત શ્રી નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે.

‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’માં નોંધાયેલા તમામ સ્પર્ધકોએ નિયત તારીખે, સમયે અને સ્થળે સમયસર રિપોર્ટિંગ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. સ્પર્ધકોએ જરૂરી તૈયારી સાથે નિયત સ્થળે ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments