HomeAllલોકશાહીના મહાપર્વમાં યુવા ભાગીદારી વધારવા મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ...

લોકશાહીના મહાપર્વમાં યુવા ભાગીદારી વધારવા મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬: લોકશાહીની પાયાની પ્રક્રિયામાં યુવા વર્ગની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશયથી મોરબીના ઘુંટુ રોડ સ્થિત ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓને મતાધિકારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નવા મતદાર તરીકે નામ નોંધણી કરવાની પ્રક્રિયા, મતદાર તરીકેની જવાબદારી અને લોકશાહીના સુદ્રઢ ભવિષ્યના નિર્માણમાં મતદાનની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

વક્તાઓ દ્વારા યુવાનોને લોકશાહીના મહાપર્વમાં સક્રિય રીતે જોડાઈ આગામી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે જ પોતાના પરિવારજનો, મિત્રો અને આસપાસના અન્ય નાગરિકોને પણ મતદાન માટે જાગૃત કરી લોકશાહી પ્રક્રિયામાં જનભાગીદારી વધારવા અપીલ કરવામાં આવી હતી.

આ મતદાર જાગૃતિ કાર્યક્રમ દ્વારા યુવા મતદારોમાં પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃતિ, જવાબદારીની ભાવના અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે પ્રેરણા પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments