
મોરબી: મોરબીમાં ગઇકાલે વહેલી સવારથી જીએસટી વિભાગની ટીમો ત્રાટકી હતી અને જુદાજુદા વિસ્તારમાં આવેલ હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને હાર્ડવેરના વેપારીઓમાં ફફડતર વ્યાપી ગયો હતો.મોરબીમાં સમયાંતરે સિરામિક યુનિટમાં જીએસટી વિભાગની ટીમો ત્રાટકતી હોય છે

તેવામાં ગઇકાલે સવારે મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં આવેલ હાર્ડવેરના 4 વેપારીઓ ઉપર જીએસટીની ટીમો ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે વેપારીઓને ત્યાં જીએસટીની ટિમ ત્રાટકી હતી તેમાં હિમાલય હાર્ડવેર, એક્યુરેટ હાર્ડવેર, કલકત્તા હાર્ડવેર અને સરદાર હાર્ડવેરનો સમાવેશ થાય છે અને ચારેય સ્થળોએથી હિસાબી ચોપડા અને નાણાકીય વ્યવહારોની માહિતી મેળવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શ્ક્યતા સેવાઇ રહી છે. અને એકી સાથે 4 વાપરીઓને ત્યાં જીએસટીની ટિમ ત્રાટકી હોવાથી હાર્ડવેરના વેપારીઓ તેમજ સિરામિક ઉદ્યોગકારોમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી.























