HomeAllમાતાના મઢ જતા પદયાત્રીઓની સેવામાં વિરપરડા પાટિયે ૩ ઓક્ટોબરથી ૨૪ કલાક સેવા...

માતાના મઢ જતા પદયાત્રીઓની સેવામાં વિરપરડા પાટિયે ૩ ઓક્ટોબરથી ૨૪ કલાક સેવા કેમ્પ

વિરપરડા પાટિયા: કચ્છના આશાપુરા માતાના મઢે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે વિરપરડા પાટિયા નજીક આવેલા કાળભૈરવ દાદાના મંદિરે આગામી તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજથી ભવ્ય સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે.

વર્ષોથી ચાલી આવતી સેવાભાવની પરંપરાને આગળ ધપાવતા કાળભૈરવ મંદિર ગ્રુપ તથા વિરપરડા-મોડપર રાજપૂત સમાજના સંયુક્ત આયોજન હેઠળ આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માતાના મઢ તરફ પગપાળા યાત્રા કરી રહેલા ભક્તો માટે માર્ગમાં થાક દૂર કરી થોડો સમય આરામ કરી શકે તેમજ જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી કેમ્પ ખાતે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ૨૪ કલાક રહેવા અને આરામની વ્યવસ્થા સાથે ભોજન, ચા-નાસ્તો તથા ઠંડા પાણીની સુવિધા રાખવામાં આવશે. આ ઉપરાંત પદયાત્રા દરમિયાન થાક, નાની-મોટી તકલીફ કે અચાનક તબિયત બગડવાના સંજોગોમાં તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ સેવા કેમ્પમાં માતાના મઢ તરફ જતા તમામ પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અડચણ વિના જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે આયોજકો દ્વારા પૂરતી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

કાળભૈરવ મંદિર ગ્રુપ તથા વિરપરડા-મોડપર રાજપૂત સમાજ દ્વારા માતાજીના દર્શને જતા સર્વે પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને વિરપરડા પાટિયા ખાતેના સેવા કેમ્પની મુલાકાત લઈ ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments