
મોરબીની: ઉમા ટાઉનશિપમાં આવેલ ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઇ વરમોરા (45) એ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફ્રોડની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ ફરિયાદીના દીકરાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો આપી 86.25 લાખની રકમ ટ્રાન્સફર કરાવીને ફ્રોડ કર્યું હતું. જે ગુનામાં પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ 61 લાખની રકમ રીકવર કરી હતી. આ રકમ કોર્ટના હુકમ મુજબ મૂળ માલિકને એસપી ઓફિસે બોલાવીને એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી વિરલ દલવાડી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર. ટી. વ્યાસની હાજરીમાં ફરિયાદીને પરત આપવામાં આવેલ છે.

























