HomeAllમોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને શસ્ત્ર પૂજનનું આયોજન

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને શસ્ત્ર પૂજનનું આયોજન

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: 13-10-2026 થી 15-10-2026 દરમિયાન મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવનું આયોજન ન્યૂ પેલેસ, મોરબી-2 ખાતે કરવામાં આવનાર છે. સમાજના પરિવારોને એકસાથે જોડીને પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રી મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે 8:00 કલાકે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજપૂત સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરાધના સાથે પરંપરાગત રાસ-ગરબાનો આનંદ માણશે. આયોજન અંગેના આમંત્રણમાં સમાજના દરેક પરિવારને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે 20-10-2026ના રોજ બપોરે 3:30 કલાકે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ ન્યૂ પેલેસ, મોરબી-2 ખાતે યોજાશે. કાર્યક્રમમાં સમાજના આગેવાનો તથા રાજપૂત ક્ષત્રિય બાંધવોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવશે. જેમાં બેસ્ટ ડ્રેસ, બેસ્ટ કપલ, બેસ્ટ રાસ, બેસ્ટ રાઉન્ડ સહિતની વિવિધ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં સમાજના પરિવારજનોને ઉત્સાહભેર જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments