HomeAllમોરબીમાં 2 ઓક્ટોબરે ‘રક્ત સેવા બાઈક રેલી’ યોજાશે, યુવાઓમાં રક્તદાન અંગે જાગૃતિ...

મોરબીમાં 2 ઓક્ટોબરે ‘રક્ત સેવા બાઈક રેલી’ યોજાશે, યુવાઓમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવાશે

મોરબી: 2 ઓક્ટોબર 2026: સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાના હેતુથી મોરબીમાં ‘રક્ત સેવા બાઈક રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. “હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા”ના સંદેશ સાથે યોજાનારી આ રેલીમાં યુવાનો સહિત સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવી છે.

બાઈક રેલીનો પ્રારંભ સાંજે 6:00 વાગ્યે મહેન્દ્રનગર સ્થિત સમર્પણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલથી કરવામાં આવશે. ત્યારબાદ રેલી મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને શનાળા રોડ પર આવેલા સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, જૂના આરટીઓ નજીક ખાતે પહોંચશે.

રેલી પૂર્ણ થયા બાદ સાંજે 7:00થી 8:00 વાગ્યા સુધી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવાઓમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા દરમિયાન રક્તદાનનું મહત્વ, જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા અને નિયમિત રક્તદાનથી સમાજને થતા લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ રક્ત સેવા અભિયાનમાં સામાજિક આગેવાનો, યુવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, એનજીઓ, વિવિધ સમાજ સંગઠનો તેમજ નાગરિકોને બાઈક રેલી અને રક્ત જાગૃતિ સભામાં મોટી સંખ્યામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. “રક્તદાન કરો, જીવન બચાવો”ના સંદેશ સાથે આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મોરબીમાં રક્તદાનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments